Amreli Farmer: અમરેલીમાં માવઠાના મારથી ખેડૂતોની દયનિય સ્થિતિ
વિલન બનીને વરસેલા કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ખેડૂતોની માઠી દશા કરી છે. માવઠાના મારથી મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાક બરબાદ થયા છે. ટીવી સ્ક્રિન પરના દ્રશ્યો સાવરકુંડલાના આંબરડી ગામના છે. જ્યાં વરસેલા આફતરૂપી વરસાદથી ખેડૂતોના મોંઢે આવેલ કોળીયો છીનવાયો છે.. ખેતરમાં તૈયાર કરેલ મગફળીના પાથરા પલળી ગયા છે. એટલુ જ નહીં. વરસાદથી કોહવાયેલ મગફળી પણ ખાતર બની ગઈ છે.. એટલુ જ નહીં. પશુઓ માટેનો ચારો પણ ખરાબ થઈ ગયો છે.. કુદરતી પ્રકોપથી ખેડૂતોની કફોડી સ્થિતિ છે. મગફળીનો પાક બગડી જતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની અપેક્ષા સેવી રહ્યા છે. ખેડૂતોનું તો ત્યા સુધીનું કહેવુ છે કે સરકાર ટેકાના ભાવે બચેલી તમામ મગફળી ખરીદે તો જ ખેડૂતને થોડો ફાયદો થઈ શકે છે.. નહીં તો ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડશે.

















