Mansukh Vasava: 'ચૈતર વિરૂદ્ધ બે નેતા સિવાય અન્ય નેતાઓ મૌન': ભાજપના આદિવાસી નેતા પર મનસુખ વસાવાના વાકબાણ
ભાજપના બે નેતા સિવાય અન્ય નેતાઓ ચૈતર વસાવા વિરુદ્ધ બોલવામાં મૌન રહે છે. આ આરોપ લગાવ્યો સાંસદ અને ભાજપના કદાવર નેતા મનસુખ વસાવાએ.. ડેડીયાપાડા વિધાનસભામાં ભાજપની બેઠક યોજાઈ. બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાનો મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો. ચૈતર વસાવા વિરુદ્ધ બોલવામાં ભાજપના ધારાસભ્ય એવા દર્શનાબહેન દેશમુખ, રીતેશ વસાવા, પુર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા અને પક્ષના સંગઠનના અન્ય નેતાઓ મૌન રહે છે. આદિવાસી હિંદુ છે તે મુદ્દે બોલવામાં પણ ભાજપ સહિતના નેતાઓ મૌન રહે છે.. મનસુખ વસાવાએ આટલાથી જ ન અટક્યા. બોલ્યા ભાજપના કેટલાક આદિવાસી નેતા દહીં-દુધમાં પગ રાખે છે. સાંસદે ચૈતર વસાવા પર ગુનાહિત માનસિકતાનો આરોપ લગાવી ખુલ્લીને બોલવા આહ્નાન કર્યુ.

















