Junagadh Murder News : જૂનાગઢ જિલ્લાના પાણખાણ ગામમાં પીઠરામ ગાંગણા નામના ખેડૂતની હત્યા
જૂનાગઢ જિલ્લાના પાણખાણ ગામમાં પીઠરામ ગાંગણા નામના ખેડૂતની હત્યા. જમીન બાબતે થયેલી તકરારમાં બંન્ને પક્ષ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જેમાં બંન્ને પક્ષના પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે પાઈપથી હુમલો કરતા પીઠરામ ગાંગણા નામના ખેડૂતનું મોત નિપજ્યુ. જ્યારે મારામારીમાં ઈજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. છેલ્લા એક વર્ષથી બંન્ને ખેડૂત પરિવાર વચ્ચે જમીન બાબતે માથાકુટ ચાલી રહી હતી. જમીન બાબતે બોલાચાલી મારામારી સુધી પહોંચી. મારામારી અને હત્યાના બનાવમાં કેશોદ પોલીસે બંન્ને પક્ષોના નિવેદનો લઈને ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો બનાવ બનેલ. વાડી વિસ્તારમાં જમીનના શેઢા અને રસ્તા પર ચાલવા જેવી બાબતને લઈને આ તકરાર શરુ થયેલ.. છેલ્લા એક વર્ષથી બે ખેડૂત પરિવાર વચ્ચે જમીન બાબતની આ માથાકૂટ ચાલી રહેલ હતી. જે અંતર્ગત આજે ખૂની ખેલ ખેલાયો હતો. પ્રથમ બોલાચાલી બાદ મામલો હાથા પાઈ અને ત્યાર બાદ પાઇપ વડે હુમલા સુધી નૌબત આવી પહોંચેલ.. જેમાં ખેડૂત પીઠરામ ગાંગણાનું મોત નીપજેલ હતું. જીતુ નામના ખેડૂત દ્વારા આ હુમલો કરાયાંનું પોલીસ દ્વારા જાણવા મળેલ. ઉપરાંત બંને ખેડૂત પરિવારના મળી કુલ 5 લોકોને ઇજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયાં હતા. સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે હાલ બંને પક્ષોના નિવેદન લેવાયા છે અને ફરિયાદ દાખલ માટેની તજવીજ હાથ ધરાઈ છે.. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ કેશોદ પોલીસે ઉંડાણ પૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.





















