Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત
ભાવનગર: પ્રયાગરાજ ખાતે આયોજીત મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.હવે મહાકુંભની પુર્ણાહુતી થઈ છે. આ દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે. પ્રયાગરાજથી પરત ફરતા ગુજરાતના ચાર લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે એક દીકરીની સારવાર ચાલી રહી છે. ઝાંસીથી કાનપુર હાઇવે પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ગઈકાલે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ બે દંપતીના મોતથી અરેરાટી મચી જવા પામી છે.
ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન તેમજ અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું અકસ્માતના બનાવવામાં મૃત્યુ થયું છે. આ બનાવના કારણે રૂપાવટી અને ભાલવાવ ગામમાં દુઃખની લાગણી પ્રસરી છે. હાલ તમામ મૃતકોને પોતાના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે.





















