Surendranagar Accident News : સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર-કાર વચ્ચે અકસ્માતમાં ચારના મોત
સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક આજે ડમ્પર અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માત માં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કારમાં સવાર લોકો ધામા શક્તિમાતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની 4 ક્ષત્રિય મહિલાઓ એ જીવ ગુમાવ્યો છે, જ્યારે 1 પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ગોઝારી ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બજાણા પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

















