શોધખોળ કરો
ગીર સોમનાથઃ સાત વર્ષના બાળક પર દીપડાએ કર્યો હુમલો, માતાએ હિંમત કરી બચાવ્યો
ગીર સોમનાથના સૂત્રાપાડાના બરુલા ગામે સાત વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે બાળકની માતાએ હિંમત કરી પોતાના પુત્રને બચાવ્યો હતો. બરૂલા ગામે રહેતા મનુભાઈ વાઢેલ નામના ખેડૂત બપોરના સમયે પોતાના ખેતરે જુવારમા પાણી વાળતા હતા તે સમયે મનુભાઈ માટે ઘરેથી ચા લઇને તેમના પત્ની અને સાત વર્ષનો પુત્ર આવ્યા હતા. ત્યારે અચાનક દીપડાએ સાત વર્ષના આર્યન પર હુમલો કર્યો હતો. જોકે, આર્યનની માતાએ હિંમત કરી દીકરાને બચાવ્યો હતો. ત્યારબાદ બાળકને સારવાર માટે સૂત્રાપાડા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















