Gujarat Dumper Accident | રસ્તે દોડતા મોત પર બ્રેક ક્યારે ?
આજે એક જ દિવસમાં ડમ્પરની અડફેટે રાજ્યમાં બે નિર્દોષોએ ગુમાવ્યો છે જીવ. રાજકોટ અને ભાવનગરમાં બની દર્દનાક ઘટના,જેમાં એક વિદ્યાર્થીની અને એક વૃદ્ધે જીવ ગુમાવ્યો. રાજકોટમાં ડમ્પરચાલકની અડફેટે વિદ્યાર્થિનીનું મોત. રાજકોટમાં હનુમાનમઢી ચોક પાસે બની ઘટના. સવારના સમયે જુહી નડિયાપરા નામની યુવતી તેની મિત્ર સાથે મોપેડ પર કૉલેજ જવા નીકળી. શહેરમાં આવેલા હનુમાન મઢી ચોક વિસ્તારમાં એક કૉલેજીયન યુવતીને ડમ્પરે ટક્કર મારી અને તેનુ મોત થઈ ગયું. મૃતક જુહી નડિયાપરા કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જેના મૃત્યુને લઈને પરિવાર શોકમય છે. આક્રંદ કરી રહ્યો છે અને સવાલ પુછી રહ્યો છે કે તેમની દિકરીનો શું વાંક હતો? બીજી તરફ ભાવનગરમાં એક વૃદ્ધ દંપતિ દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યું હતું,ત્યારે જ એક ડમ્પરે ટક્કરે મારી. જેમાં ગીતાબેન પારેખ નામના વૃદ્ધનું મોત થયું,જ્યારે તેમના પતિ નરેંદ્રભાઈ સારવાર હેઠળ છે. સવાલ એ છે કે ક્યાં સુધી આવું મોત રસ્તા પર દોડતું રહેશે અને માસૂમોનો ભોગ લેશે.



















