Gujarat Heavy Rain Forecast | આજે સૌરાષ્ટ્રના આ વિસ્તારોને ઘમરોળી નાંખશે વરસાદ, જુઓ મોટી આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આાગાહી કરવામાં આવી છે. નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
પ્રવાસન સ્થળ દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.