Gujarat Weather News: આજે રાજ્યના 28 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જુઓ વીડિયોમાં
Gujarat Weather News: આજે રાજ્યના 28 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જુઓ વીડિયોમાં
રાજ્યમાં 9મી જૂન સુધી છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ 9 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.. આજે રાજ્યના 28 જિલ્લામાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ગિર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની સંભાવના છે.. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે..





















