શોધખોળ કરો

Gujarat Rain Forecast: 27 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે.  આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

ગત સોમવારે મેધરાતાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ હતી. સવાર 8 વાગ્યાથી સાંજે 5 સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ પડી જતાં  સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળા કોલેજના કેમ્પસ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે  રજા જાહેર કરી દેવાઇ હતી.  સુરત શહેરના તમામ વિસ્તારમાં  ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા.  સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલા માલ સમાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા બ્લોક થઇ હતા.

સુરતમાં અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટ,રાંદેર, અડાજણ,પાલ, અઠવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના કામરેજ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવીની ફરજ પડી હતી. સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે.  અહીં  દર વર્ષે સર્વિસ રોડ પર   પાણી ભરાય છે.   

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget