Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
અમદાવાદ બાદ હવે સાણંદ વિસ્તારમાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે. મોટી દેવતી ગામની સીમમાં દીપડો દેખાયો હોવાના દાવા બાદ વન વિભાગે તપાસ કરી હતી અને ફૂટપ્રિન્ટના આધારે દીપડાની હાજરીની પુષ્ટિ કરી છે. દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાણંદના સોયલા ગામના શક્તિપુરા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા છે. કડી-વિરમગામ રોડ પાસે પગલાંના નિશાન મળતાં વન વિભાગે તપાસ હાથ ધરી છે. ઈંટોના ભઠ્ઠા પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને ફૂટપ્રિન્ટના સેમ્પલ લેવામાં આવ્યા છે. વન વિભાગે નર અને માદા બંને દીપડા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. અગાઉ ઘુમા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હતો, પરંતુ લાંબી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો નહોતો.




















