Valsad Rains: વાપીમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ. ચાર વાગ્યા સુધીમાં કપરાડામાં સવા છ ઈંચ, જ્યારે વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો. આ તરફ ધરમપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો.. જ્યારે વલસાડ અને પારડીમાં સવા સવા ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
વાપીમાં વરસેલા સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદથી ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. વાપીના અલગ અલગ વિસ્તારોના રોડ-રસ્તા જળબંબાકાર થયા. વાપી ટાઉન વિસ્તારમાં આવેલ બજારોમાં કપડાની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદ વધતા વેપારીઓ પોતાનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા મજબુર બન્યા. તો આ તરફ ઝંડા ચોક, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતા રસ્તાઓ સ્વિમિંગ પુલમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા..
ભારે વરસાદથી વાપી શહેરના અન્ડર પાસ અને ગરનાળા પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા. વાપીમાં આવેલ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો.. વાહન વ્યવહાર ઠપ્પ થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા બંન્ને ગરનાળામાં પાણી ભરાયા.. ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.. વાહન ચાલકોની સુરક્ષાને પગલે બંન્ને અન્ડરપાસનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો.. વારંવાર અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈને રોષ જોવા મળ્યું..





















