Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલા તાલુકામાં ખાબક્યો વરસાદ?
ગુજરાતમાં મેઘરાજની સવારી ફરી એકવાર આવી ચૂકી છે, ઉત્તરથી લઇને મધ્ય અને દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તાજા અપડેટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ભેંસાણમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. આજે પણ વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાના આંકડા પ્રમાણે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 19 તાલુકામાં 2 થી 6.30 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં 6.30 ઈંચ વરસાદ વરસતા લોકોને હાલાકી પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ
રાજ્યના 19 તાલુકામાં 2થી 6.30 ઈંચ સુધીનો વરસાદ
24 કલાકમાં જૂનાગઢના ભેસાણમાં સૌથી વધુ 6.30 ઈંચ વરસાદ
24 કલાકમાં જામકંડોરણામાં સૌથી વધુ 4.65 ઈંચ વરસાદ
24 કલાકમાં ગોંડલમાં 4.13 ઈંચ, વડિયામાં 4.13 ઈંચ વરસાદ
24 કલાકમાં દાંતીવાડામાં 3.58, નાંદોદમાં 3.07 ઈંચ વરસાદ
24 કલાકમાં ધારીમાં 3, હળવદમાં 2.76 ઈંચ વરસાદ
24 કલાકમાં હાંસોટમાં 2.40, દસાડામાં 2.32 ઈંચ વરસાદ
24 કલાકમાં ખંભાળિયા, રાણપુરમાં 2.24 ઈંચ વરસાદ
24 કલાકમાં વિસાવદરમાં 2.17, વેરાવળમાં 2.13 ઈંચ વરસાદ
24 કલાકમાંઉનામાં 2.09, જામજોધપુરમાં 2.05 ઈંચ વરસાદ
24 કલાકમાં કોડીનારમાં 2.05, લીંબડીમાં 2.01 ઈંચ વરસાદ
24 કલાકમાં જાફરાબાદમાં 1.85 ઈંચ, ડીસામાં 1.77 ઈંચ વરસાદ
24 કલાકમાં ભાભરમાં, માળિયા હાટીનામાં 1.77 ઈંચ વરસાદ
24 કલાકમાં બગસરા, ગીર ગઢડામાં 1.77 ઈંચ વરસાદ
24 કલાકમાં અમીરગઢ, ઊંઝા, ગણદેવીમાં 1.69 ઈંચ વરસાદ
24 કલાકમાં કરજણ, જેતપુર, આણંદમાં 1.65 ઈંચ વરસાદ
24 કલાકમાં સરસ્વતી, ચુડામાં 1.65 ઈંચ વરસાદ





















