Bhadarvi Poonam: ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, એબીપી અસ્મિતાની ટીમે આંબાજી મંદિરે ધજા ચડાવી
ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ. મંદિર પરિસર બોલ માડી અંબે અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું. એ સાથે જ ચાચર ચોકમાં ભક્તો, પદયાત્રીઓ ગરબે ઘૂમીને માતાજીની પ્રાર્થના કરી રહ્યા છે. તો ભાદરવી પૂનમના મહામેળાને લઈ છ દિવસમાં 36 લાખથી વધુ દર્શનાર્થીએ મા અંબાના દરબારમાં શીશ ઝૂકાવ્યું. એટલું જ નહીં મા અંબાના પ્રસાદ મોહનથાળના 21 લાખ પેકેટનું વિતરણ થયું. જ્યારે ભંડાર ગાદી સહિત સાહિત્ય કેન્દ્રને 48 લાખ 73 હજારથી વધુની આવક થઈ છે.. તો આજે વહેલી સવારે એબીપી અસ્મિતાની ટીમે પણ આસ્થા સમી 52 ગજની ધજા અર્પણ કરી. સાથે જ પ્રદેશ અને દેશમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ બનેલો રહે અને આપણો પ્રદેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી. ગુજરાતી સંસ્કૃતિ અને અસ્મિતા સદેવ જળવાઈ રહે તેના માટે માતાજીને ધજા અર્પણ કરવામાં આવી..
















