Mount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો
Mount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો
રાજસ્થાનમાં શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ છે. બે દિવસથી સતત શીત લહેરનાં કારણે દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા લોકો જોવા મળ્યા હતા. ત્યારે હાલ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં હોવાનું અનુમાન છે. તેમજ માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લીધો છે.
પહાડો પર હિમવર્ષાની અસર રાષ્ટ્રીય રાજધાનીમાં દેખાઈ રહી છે. સોમવાર આ શિયાળાની મોસમનો સૌથી ઠંડો દિવસ જ નથી પરંતુ દિલ્હીના લોકોએ પણ ઠંડીનો અહેસાસ કર્યો હતો. આગામી દિવસોમાં ઠંડી અને ઠંડીમાં વધારો અને તાપમાનમાં ઘટાડાનો સિલસિલો જારી રહેવાની ધારણા છે.



















