Navsari Digital Arrest Case: વૃદ્ધ દંપત્તિને 6 દિવસ સુધી ડિઝીટલ અરેસ્ટ કરી ખંખેર્યા લાખો રૂપિયા
Navsari Digital Arrest Case: વૃદ્ધ દંપત્તિને 6 દિવસ સુધી ડિઝીટલ અરેસ્ટ કરી ખંખેર્યા લાખો રૂપિયા
નવસારી જિલ્લામાં ફરી ડિજિટલ એરેસ્ટનો બનાવ સામે આવ્યો છે.. નવસારીના વૃદ્ધ દંપત્તિને સતત છ દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 15.67 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.. શહેરના એરુ ગાર્ડન વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપત્તિને ડિજિટલ અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા.. મોબાઈલ ઉપર મની લોન્ડરીંગના વહેવાર માટે કોલ આવ્યો હતો.. પોલીસના વેશમાં કોલ કરી સતત છ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 15.67 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.. પ્રાઇવેટ બેંકમાં ખાતું હોવાની માહિતી આપી મની લોન્ડરિંગના પૈસાની લેવડદેવડ બાબતે સંડવણી હોવાની વાત કહી વૃદ્ધ દંપત્તિને ગભરાવવામાં આવ્યા હતા.. સમગ્ર મામલા મુદ્દે તપાસ કર્યા બાદ દંપત્તિ છેતરાયા હોવાનું જાણ થતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી..





















