Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
પાલનપુર તાલુકાના ફતેપુર ગામથી સેમોદ્રા અને ફતેપુર ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. ઘણા વર્ષોની રજૂઆત છતાં એકબીજા ગામોને જોડતા પાકા રોડ ન બનાવવાતા હવે સ્થાનિકો માં નારાજગી જોવા મળી રહી છે..અને 25 વર્ષ થી રોડ માટે ની માંગ કરતા ગ્રામજનો હવે નારાજગી વ્યક્ત કરી ઝડપી રોડ બનાવવા માટે ની માંગ કરી રહ્યા છે..
બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ. ફતેપુર ગામથી સેમોદ્રા અને ફતેપુર ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે.. ઘણા વર્ષોની રજૂઆત છતાં ગામોને જોડતા પાકા રોડ ન બનાવવાતા હવે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ છે કે છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત કરીએ છીએ. પરંતુ અમારા ગામથી બીજા ગામોને જોડતા માર્ગ બનાવવામાં આવતા નથી. જેથી ચારથી પાંચ કિલોમીટરનું અંતર વધી જાય છે. જો ફતેપુર અને સેમોદ્રા વચ્ચેનો રોડ બનાવવામાં આવે તો આ અંતર ઘટી જાય. અને લોકોને મોટી રાહત મળે.





















