Sabarkantha Accident news: ફરી એકવાર ખાખી થઈ બદનામ, નશાની હાલતમાં પોલીસકર્મીએ કર્યો અકસ્માત
સાબરકાંઠાના ઈડરની ઘટના છે. જ્યાં મોહનપુર પાટીયા પાસે બુધવારની રાત્રે ચેતન અસારી નામના પોલીસકર્મીએ મોપેડ અને રિક્ષાને ટક્કર મારીને ફરાર થઈ ગયો.. અકસ્માતને પગલે હાજર લોકો ઈજાગ્રસ્તોની મદદ કરી રહ્યા હતા. ત્યારે જ પોલીસકર્મી પરત આવીને ફરી લોકોને અડફેટે લીધા. અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને ઝડપીને કારની તપાસ કરી હતી. પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ સહિત પોલીસની વર્દી પણ મળી આવી હતી.. અકસ્માતની આ ઘટનામાં ઈજાગ્રસ્ત સાત લોકોને સારવાર માટે ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ, તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો. ઈડર પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને કારમાંથી મળેલ દારૂની બોટલ સહિત આરોપી પોલીસકર્મીની અટકાયત કરી છે. આરોપી ચેતન અસારી વિરૂદ્ધ પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસકર્મીએ નશાની હાલતમાં કરેલા અકસ્માતથી ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.. આરોપી પોલીસકર્મી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની પોલીસ સમક્ષ માગ કરી છે. .
















