Devayat Khavad News: સિંઘમની જાદૂની જપ્પી ! આરોપી દેવાયત ખવડ સાથે પોલીસ કર્મચારીનો જોવા મળ્યો પ્રેમ
કોર્ટના આદેશ બાદ જીવલેણ હત્યાનો આરોપી દેવાયત ખવડ તાલાલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. એ સમયનો વીડિયો સામે આવ્યો. લોક કલાકાર દેવાયત ખવડની પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થઈ. એ સમયે બે-બે સિંઘમ સાહેબ ખુરશી પરથી ઊભા થઈ ગયા.. અને એક સિંઘમ સાહેબે તો દેવાયત ભાઈને જાદૂની જપ્પી પણ આપી દીધી. જોકે, એ વાત અલગ છે કે, દેવાયત ખવડની સાથે સાથે મોબાઈલની શૂટિંગ પણ કરવામાં આવતું. અને જેવું ધ્યાનમાં આવ્યું કે, કેમેરો ચાલું છે, તો ભારે હ્રદયે સિંઘમ સાહેબ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર દેવાયતભાઈને દિલથી દુર કરવા મજબૂર થયા. આ દ્રશ્યો રીલ નહીં પણ રિયલ લાઈફમાં આપણા સિંઘમ સાહેબનો સહ્રદયતાનો ભાવ છે. વીડિયોની તપાસ કરી તો જે સિંઘમ સાહેબ જાદૂની જપ્પી આપી રહ્યા હતા, તે તાલાલા પોલીસ સ્ટેશનના PIના રાઈટર ASI છે. હવે આ પ્રકારનો પ્રેમ ભાવ ખોટો ગણાય કે સાચો તે પોલીસ જ નક્કી કરે. સવાલ એ છે કે, આરોપી દેવાયત ખવડ પ્રત્યે આટલો પ્રેમ હોય તો પોલીસ રિમાંડ વખતે શું કરશે..
















