Gujarat Rain Data: ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Data: ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
રાજ્યમાં બપોરે બે વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ. બપોરે બે વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ વરસાદ . બપોરે બે વાગ્યા સુધીમાં નવસારી શહેરમાં 1.46 ઈંચ વરસાદ. બપોરે બે વાગ્યા સુધીમાં ચીખલીમાં એક ઈંચ વરસાદ. બપોરે બે વાગ્યા સુધીમાં ખેડામાં પોણો ઈંચ વરસાદ. બપોરે બે વાગ્યા સુધીમાં પેટલાદમાં પોણો ઈંચ વરસાદ. બપોરે બે વાગ્યા સુધીમાં વાલોડમાં અડધો ઈંચ વરસાદ. બપોરે બે વાગ્યા સુધીમાં માંગરોળમાં અડધો ઈંચ વરસાદ.
વડોદરાના શિનોર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. શિનોર શહેર અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે શિનોર તાલુકામાં ખાબક્યો ભારે વરસાદ. પવન સાથેના વરસાદથી ગરબા આયોજકો મુશ્કેલીમાં. ભારે વરસાદથી ગરબા આયોજનનું સ્થળ પાણી-પાણી. ગરબા આયોજનના મંડપ અને સ્ટેજ થયા પાણી-પાણી.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ. ખાંભા અને આસપાસના ગીર પંથકમાં ધોધમાર વરસાદ. ડેડાણ, ખાંભા, માલનેશ, વાંગધ્રા ગામમાં વરસાદ. ત્રાકુડા, ભૂંડણી સહિતના ગામમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ડેડાણ ગામની બજારમાં વહેતા થયા પાણી.





















