શોધખોળ કરો

Arvalli Rain : અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. મેઘરજમાં ધોધમાર વરસાદ . અડધો કલાક માં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો.  વરસાદ થી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા. નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટી આગળ પાણી ભરાયા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
મોડાસા -શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ. ગાજણ, મરડીયા,ઈસરોલ પંથકમાં વરસાદ . લાંબા વિરામ બાદ વરસાદી માહોલ. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું . ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી . મગફળી , મકાઈ જેવા પાકોને મળશે જીવતદાન.

રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય અરવલ્લીના મેઘરજ તાલુકામાં 1.69 ઈંચ, અરવલ્લીના ભિલોડા તાલુકામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ, નવસારી શહેર અને જૂનાગઢના વંથલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે રાજ્યના 52 ડેમ હાઈએલર્ટ પર, 26 ડેમ એલર્ટ પર, 23 ડેમ વોર્નિંગ લેવલ પર છે. જ્યારે 31 ડેમ 100 ટકા ભરાઈ ગયા હતા. જ્યારે 70 ડેમમાં 70થી 100 ટકા, 36 ડેમમાં 50થી 70 ટકા, 37 ડેમમાં 25થી 50 ટકા જળસંગ્રહ થયો છે. આજે સવારે 9 વાગ્યાની સ્થિતિએ 2 સ્ટેટ હાઈવે બંધ થયા હતા. પંચાયતના 26 રસ્તા. એક નેશનલ હાઈવે બંધ રહ્યો હતો. રાજ્યમાં કુલ 29 રસ્તા બંધ થયા હતા.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. મેઘરજનો આંબાવાડી વિસ્તાર તો દોઢ ઈંચ વરસાદમાં જ બેટમાં ફેરવાયો હતો. અહીંની નવજીવન અને ગાયત્રી સોસાયટી વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. મોડાસા અને ભિલોડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.  જ્યારે ગાજણ, મરડીયા, ઈસરોલ પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડાના ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથ ઉપરાંત તાલુકાના મરડીયા, ઝમાપુર, ગાજણ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો.

અમરેલીના ધારી તથા ગીર કાંઠાના ગામમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધારીના દલખાણિયા ગામે તો ધોધમાર વરસાદથી ગામના રસ્તા પર પાણી વહેતા થયા હતા. લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાની પધરામણીથી ખેડૂતોના સૂકાતા પાકને આંશિક જીવતદાન મળ્યું હતું. જૂનાગઢ શહેર તથા તાલુકામાં પણ જામ્યો વરસાદી માહોલ જામ્યો હતો.

ગુજરાત વિડિઓઝ

Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય

કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત

ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO

ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?

માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ

Embed widget