Gir lion Safari: દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે ગીર વિસ્તારમાં રેડ એલર્ટ
દિવાળીના વેકેશમાં ગેરકાયદે સિંહદર્શન રોકવા માટે વનવિભાગની ટીમ એક્શન મોડમાં. ગેરકાયદે સિંહદર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી જેવી પ્રવૃતિઓને અટકાવવા માટે વનવિભાગની ટીમે આજથી 26 ઓક્ટોબર સુધી રેડ એલર્ટ જાહેર કર્યુ છે.. વનવિભાગની ટીમ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. તાજેતરમાં જ 50થી વધુ નવા મોટરસાયકલ વાહનો પેટ્રોલિંગમાં જોડાશે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર પંથકમાં વનવિભાગ પણ વધુ સજ્જ બન્યુ છે.. ખાસ કરીને કોઈ ગેરકાયદે સિંહદર્શન કરાવે અથવા વન્યપ્રાણીઓને નુકસાન પહોંચાડે તેવા ગુનાઓ ન બને તે માટે વન વિભાગના કર્મચારીઓ સતત વોચ રાખશે. સાસણ જંગલ સફારી, દેવળીયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્કમાં કાયદેસર સિંહ દર્શન માટે સુવિધા ઉપલબ્ધ છે.. પરંતુ કોઈ ખોટી રીતે લાલચમાં આવીને ગેરકાયદે સિંહદર્શન કરાવનારાઓના ભ્રમમાં ન આવે તેવી વનવિભાગે પ્રવાસીઓને અપીલ કરી છે. આવા લોકોથી પ્રવાસીઓને સાવધાન રહેવા અને ગેરકાયદે સિંહ દર્શન કરાવનારાઓ અંગે તાત્કાલિક જાણ કરવાની વનવિભાગની ટીમે પ્રવાસીઓને અપીલ કરી..





















