Rescue in Sabarkantha: ખેડબ્રહ્માના દેરોલમાં હરણાવ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન.દેરોલમાંથી પસાર થતી હરણાવ નદીમાં બાળકો સહિત ફસાયેલા છથી વધુ લોકોનું ફાયર વિભાગે કર્યુ રેસ્ક્યુ. હરણાવ નદીમાં લોકો ફસાયા હોવાની માહિતી મળતા સ્થાનિક પ્રશાસન એક્શનમાં આવ્યું. હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્માની ફાયર વિભાગની ટીમોએ લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ. ટ્રેક્ટરની મદદથી ફાયર વિભાગની ટીમ ફસાયેલા લોકો સુધી પહોંચી. નદીમાં અડચણરૂપ તમામ અવરોધોને દુર કરીને ફાયર વિભાગે બાળકો અને લોકોનું રેસ્ક્યુ કરીને સહીસલામત સુરક્ષિત સ્થળે ખસેડ્યા.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક હરણાવ નદીમાં ઘોડાપુરની સ્થિતિ.. હરણાવ નદીની જળસપાટી વધતા સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ નદીના પાણીમાં ફસાયા હતા.. ફસાયાની જાણ થતા જ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા..





















