Junagadh Rain : જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ દામોદર કુંડમાં પાણી વધતા લોકો માટે પ્રતિબંધ
Junagadh Rain : જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ દામોદર કુંડમાં પાણી વધતા લોકો માટે પ્રતિબંધ
Rain Update:જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી, સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે જૂનાગઢમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસ્યો 2.09 ઈંચ,વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ,સોનગઢમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસતાં વિઝિબિલિટી પણ ડાઉન થઇ હતી જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ભારે વરસાદના કારણે વાહન વ્યવવહાર અવરોધાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઝાંઝરડા રોડ પર ગરનાળામાં પાણી ભરાયું છે. ભવનાથ તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાયા છે. જૂનાગઢના માળિયા હાટીનામાં અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદથી આખો અંડરબ્રિજ થયો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નોંધનિય છે કે, 3.5 કરોડના ખર્ચે અંડરબ્રિજ પાણીમાં તૈયાર થયો હતો.
આજના દિવસમાં જૂનાગઢમાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો છે. આજના દિવસમાં જૂનાગઢ શહેરમાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પાણી વધતા લોકો માટે પ્રતિબંધ મૂકાયો છે. દામોદર કુંડમાં પિતૃ તર્પણ માટે પ્રવેશબંધી કરાઇ છે. દામોદર કુંડથી લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે.દામોદર કુંડમાં જળબંબાકારના કારણે દામોદર કુડં પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.દામોદર કુંડ પર SDRFની ટીમ પણ તૈનાત કરાઇ છે. ધોધમાર વરસાદથી ફરી જૂનાગઢની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સોનરખ અને કાળવા નદીમાં પાણીની ભારે આવક થતાં નદી ગાંડીતૂર બની છે.ગિરનાર પર્વત પર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢનો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે.
જટાશંકરમાં પ્રવાસી ફસાયા
ભારે વરસાદના કારણે ઝરણાની વચ્ચે ગિરનાર પર્વત પર જટાશંકર ખાતે ફરી એકવાર પ્રવાસી ફસાયા હતા. જેમને વન વિભાગની ટીમે રેસ્કયૂ કરી બહાર કાઢ્યા હતા. કોઝવે સુધી પાણી પહોચતા પ્રવાસીઓ ફસાયા હતા. ભારે વરસાદના કારણે જ જંગલના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. પ્રવાસીઓ અને ભાવિકોની સુરક્ષાને લઈ જિલ્લા કલેકટરે નિર્ણય કર્યો છે.





















