Temple Theft in Banaskantha: બનાસકાંઠામાં કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી ચાંદીનું થાળું ચોરાયું
બનાસકાંઠાના કોટેશ્વર મંદિરમાં ચોરીને લઈ પોલીસ એક્શનમાં. ડોગ સ્કોર્ડ સાથે પોલીસ ટીમે આસપાસના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં કર્યું કોમ્બિંગ.. ત્રણથી વધુ તસ્કરો ચોરી કરતા હોય તેવા સીસીટીવી આવ્યા હતા સામે...
હવે મંદિરો પણ અસલામત.. કેમ કે અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલા કોટેશ્વર મંદિરમાં 21 લાખની કિંમતના ચાંદીના થાળાની ચોરી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક કોટેશ્વર મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને 4 ઓગસ્ટના રોજ જોધપુરના એક દાતાએ દાનમાં આપેલા 21 લાખની કિંમતના ચાંદીના થાળાની ચોરી કરી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ શરુ કરી છે. તો આ ચોરીની ઘટના બાદ મંદિર પરિસર ભક્તો માટે બંધ કરાયું છે અને હાલમાં સિક્યોરિટી સ્ટાફ સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે




















