Sthanik Swaraj Election: મુસ્લીમનો હાથ ભાજપને સાથ..!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કયા વર્ગ અને કયા સમાજના મતદારો કોની સાથે રહેશે તેની ચર્ચા જોર શોરમાં છે. જો કે મતદાન અગાઉ બિનહરીફ થયેલા ઉમેદવારોની યાદીમાં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર છે.. તેમા પણ મોટાભાગના ભાજપના ચિન્હ પર ચૂંટણી જીત્યા છે, ત્યારે વિશ્લેષ એ વાતનું થઈ રહ્યું છે કે શું મુસ્લિમોનો હાથ હવે ભાજપ કે સાથ.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની એટલે કે 68 નગરપાલિકાઓ અને જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ 3 તાલુકા પંચાયતોની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આટલા દિવસ ચૂંટણીની પ્રક્રીયામાં ઉડીને આંખે વળગે તેવી સૌથી મોટી અને મહત્વની વાત એ રહી કે કૂલ 4390 બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે જે પૈક્કી 162 બેઠક ભાજપ પહેલાથી જ બિનહરીફ જીતી ચુક્યું છે. ભાજપના ઉમેદવારો જે બેઠક પર બિનહરીફ જીત્યા છે તેમાં સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે અલગ અલગ નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકા મળીને ભાજપના 21 મુસ્લીમ સ્થાનિક નેતાઓ છે... એટલે કે ભાજપના બિનહરીફ જીતેલા લગભગ 15 ટકા જેટલા મુસ્લીમ ઉમેદવારો બિનહરીફ તરીકે જીત્યા છે અને બાલાસિનોરમાં કોંગ્રેસના 2 મુસ્લીમ ઉમેદવારો બિનહરીફ થયા છે
















