Navsari News : નવસારીમાં રખડતા શ્વાનનો આતંક, 5 દિવસમાં 50 લોકોને ભર્યા બચકાં
નવસારીમાં રખડતા શ્વાનનો આતંક. પાંચ જ દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન. શહેરના વ્હોરાવાડ, ઝવેરી સડક, ભેંસદખાડા અને જૂનાથાણા વિસ્તારમાં શ્વાને બચકાં ભર્યાની ઘટના બની. ઘાયલોએ સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી મુકાવી. શ્વાન કરડતા એક મહિનામાં 4 રસી મુકાવાની હોય છે. શ્વાન હડકાયું છે કે કેમ. તે જાણવું મુશ્કેલ છે. જો કે, રસી મુકાવવી આવશ્યક છે.
નવસારી શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે રસ્તે ચાલતા લોકોને રખડતા કુતરા કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પાંચ દિવસમાં 50થી વધુ કુતરાઓ કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. શહેરના વ્હોરા વાડ, ઝવેરી સડક, ભેંસદ ખાડા અને જુના થાણા વિસ્તારમાં કુતરાઓ કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કુતરાઓની વધેલી સંખ્યા અને કરડવાના કિસ્સાઓના કારણે લોકો ભયમાં મુકાયા છે.



















