Tantrik dies in police custody: તાંત્રિક વિધિ કરી 12 લોકોના જીવ લેનાર સિરિયલ કિલર ભુવાનું થયુ મોત
અમદાવાદમાં સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાનું મોત નિપજ્યુ.. તંત્ર-મંત્ર કરીને બાર બાર હત્યાને અંજામ આપનાર નવલસિંહ ચાવડાનું પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના રહેવાસી એવા તાંત્રિક નવલસિંહ ચાવડાએ મોત પહેલા 12 હત્યાને અંજામ આપ્યાની કબૂલાત કરી. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધીના બહાને આર્થિક ફાયદો રડવા માટે પોતાના જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી. એટલુ જ નહીં. અમદાવાદના અસલાલીમાં એક, સુરેન્દ્રનગરમાં ત્રણ, રાજકોટના પડધરી, અંજાર અને વાંકાનેરમાં એક એક હત્યાને અંજામ આપ્યા પોલીસ સામે કબૂલાત કરી. જો કે આજે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાની એકાએક તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. નવલસિંહની ધરપકડ કર્યા બાદ પોલીસે વઢવાણમાં તેને સાથે રાખીને રી-કન્સ્ટ્રક્શન કરીને તપાસ હાથ ધરી હતી.. નવલસિંગ જે દુકાનેથી સોડિયમ નાઈટ્રેટ ખરીદ્યુ હતુ. ત્યાં પણ પોલીસે પૂછપરછ કરી હતી..