Gujarat Police News : ગુજરાત પોલીસના માળખામાં થઈ શકે ફેરફાર
ગુજરાત પોલીસના માળખામાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. અમદાવાદમાં ઝોન 8 ડીસીપી કચેરી ઉપરાંત, મહેસાણા અને કચ્છ-મોરબી રેન્જ બનાવવાની કવાયત ચાલી રહી છે. આ બદલાવનું મુખ્ય કારણ ગાંધીનગરમાં એસપીને બદલે પોલીસ કમિશનરેટ કાર્યરત કરવાની કવાયત છે.ગાંધીનગર કમિશનરેટ બનતા બોર્ડર રેન્જમાંથી પાટણ, બનાસકાંઠાને બાકાત કરી નવી મહેસાણા રેન્જનો ઉમેરો થઈ શકે છે.બોર્ડર રેન્જમાંથી બાકાત થનારા પૂર્વ અને પશ્ચિમ કચ્છ એસપીની સાથે મોરબીને ઉમેરી નવા કચ્છ-મોરબી રેન્જ આઈજી બનાવાય તેવી સંભાવના છે. આમ રાજ્યમાં રેંજ આઈજીપીની સંખ્યા 9થી વધીને 10 થઈ શકે છે. આ ઉપરાંત સતત વસતી અને વિસ્તાર વધવાથી અમદાવાદમાં આઠમી ડીસીપી કચેરી એટલે કે ઝોન 8 અમીલ બનાવવાની કવાયત ચાલતી હોવાનું સુત્ર પાસેથી જાણવા મળ્યું છે.



















