Gujarat Rain Forecast : આજે ગુજરાતના 25 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ મોટા સમાચાર
Gujarat Rain Forecast : આજે ગુજરાતના 25 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ મોટા સમાચાર
Weather Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યૂ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધુ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે, હવામાન વિભાગ અનુસાર, 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ પડ્યો જેમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો છે, આ ઉપરાંત પાલીતાણામાં 11.9 ઈંચ અને સિહોરમાં 11.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આગામી 19 જૂન સુધી દેશભરમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઇ જશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે.
હવામાન વિભાગે રવિવારે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ચોમાસું બેસી શકે છે. આજે 17મી તારીખે ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી છે. જોકે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.





















