Gujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ
Gujarat Rain :ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યુ છે. રાજ્યના છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર,દાહોદ, પંચમહાલમા ભારે વરસાદની શકયતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે છોટા ઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીંવત છે.વરસાદની 8 જિલ્લામાં આગાહીની વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ
ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સાગબારામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સિંગવડમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
વાપીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો
ડેડિયાપાડા, નસવાડીમાં પોણા બે ઈંચ વરસાદ
દેવગઢ બારીયા, લીમખેડામાં દોઢ- દોઢ ઈંચ વરસાદ



















