Navratri 2025: નવરાત્રિમાં ટ્રાફિકમાં ફસાવવાનું નક્કી, અમદાવાદમાં 12 રેડસ્પોટથી બચજો, ટ્રાફિક પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન
નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગરબા માણ્યા બાદ ખેલૈયાઓેએ ટ્રાફિક જામમાં ફસાવવા માટેની તૈયારી પણ રાખવી પડશે. કારણ કે અમદાવાદમાં એસપી રિંગ રોડ અને એસજી હાઈવે પર જ 50થી વધુ મોટા ગરબા આયોજનો છે. રાત્રે એક વાગ્યા પછીના અડધા કલાકમાં જ આ તમામ ગરબા આયોજનો પરથી ખેલૈયાઓ એક સાથે છૂટશે જેથી ટ્રાફિક પોલીસનો અંદાજ છે કે રાત્રીના સમયે 50 હજારથી વધુ વાહનોની અવરજવર રહેશે. તેમા પણ ખાસ કરીને વૈષ્ણોદેવી ચારરસ્તાથી શીલજ ચાર રસ્તા સુધીમાં જ 11 મોટા ગરબા આયોજનો છે..આ 13 કિલોમીટરના પટ્ટામાં જ 1 રાત્રીના એક વાગ્યેથી 2 વાગ્યા સુધીમાં 25 હજાર વાહનોની અવર જવર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ બેઠકો કરી એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. નવરાત્રી દરમિયાન જ્યાં ટ્રાફિક વધારે થતો હોય તેવા હાલ સૌથી વધુ ભીડભાડ વાળા 12 જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે.. આ સ્પોટ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રાત્રીના સાતથી 2 વાગ્યા સુધી વધારાની પોલીસ ફાળવાશે. શહેરના સૌથી વ્યસ્ત કર્ણાવતી ક્લબ ચાર રસ્તા અને ઝાયડ્સ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચેના 5.5 કિલોમીટરના વિસ્તારમાં નવરાત્રિ વખતે ભારે ટ્રાફિક સર્જાય છે..આ સ્થિતિ પર કાબૂ મેળવવા બે ડીસીપી, બે એસપી, સાત પીએસઆઈ સહિત 500 પોલીસકર્મીને ટ્રાફિક નિયંત્રણ માટે આ રસ્તા પર તહૈનાત કરવામાં આવશે. કર્ણાવતી, રાજપથ અને સિંધુ ભવન ક્રોસ રોડ પર જ 1600 ટ્રાફિક જવાનોની આર્મી ખડકાશે. ગરબા પાર્કિંગમાં બ્લેક ફિલ્મ વાળી કાર પડી હશે તો પણ પોલીસ લોક મારીને્ મેમો આપશે.





















