Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ડેડીયાપાડા તાલુકાના મોસદા આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીઓ પાસે શાળાના શિક્ષક દ્વારા મજૂરી કામ કરાવવા માટે ખાડા ખોદાવવાનો વીડિયો બહાર આવતા આશ્રમ શાળાઓમા રહીને અભ્યાસ કરતા બાળકોની દયનિય સ્થિતિનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ. મોસદા આશ્રમશાળાના બાળકો પાસે ત્રિકમ-પાવડા અને તગારા ઉપડાવી મજૂરી કરાવાઈ છે. આશ્રમશાળામાં બાળકોને અભ્યાસ કરાવવાના બદલે મજૂરી કરાવાતા વીડિયોને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો વાયરલ વીડિયો બાદ આશ્રમશાળાના અધિકારીએ તપાસના આદેશ કર્યા છે. એબીપી અસ્મિતાના સંવાદદાતાને કાર્યવાહીની ટેલિફોનિક ખાતરી આપી છે. ટૂંક સમયમાં આશ્રમશાળાની રૂબરૂ મુલાકાત લેવાની પણ બાંહેધરી આપી છે.





















