Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ યાત્રાનો કરાવ્યો પ્રારંભ. ખેડૂતોના મુદ્દે અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની અમિત ચાવડાની માગ. સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસ MLA પગાર નહીં લે. ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકારને વાર નથી લાગતી. આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવશે. અમિત ચાવડાએ ટ્રેક્ટર પર સવાર થઈને યાત્રાનો કરાવ્યો પ્રારંભ. વેરાવળથી શહેરના રાજમાર્ગો પર ફરી યાત્રા સોમનાથ ખાતે પહોંચી. સોમનાથ મહાદેવના દર્શન કરી યાત્રા તાલાલા તરફ પ્રસ્થાન કર્યું.
ખેડૂતોના દેવા માફીની માગ સાથે કોંગ્રેસે અમરેલીના લીલીયામાં ખેતી બચાવો સત્યાગ્રહ સંમેલન યોજ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની આગેવાનીમાં મામલદારને આપવામાં આવ્યું આવેદન. માવઠાથી થયેલા નુકસાનને લઇ ખેડૂતોનું દેવુ માફ કરવા સરકાર સમક્ષ કરી માગ.





















