Weather Forecast: વાવણીલાયક વરસાદની જોવી પડશે રાહ: હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં વાવણી લાયક વરસાદ માટે હજુ પણ થોડી રાહ જોવી પડશે. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર નહીં પણ ધીમીગતિએ એટ્રી થઈ છે. અત્યાર સુધી વલસાડ, નવસારી સુધી અને સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર બેસી ગયું છે..પરંતુ આ વખતે ચોમાસું ગત વર્ષ કરતા 14 દિવસ વહેલું બેસવાની સામે ધમાકેદાર એન્ટ્રીને બદલે ધીમીગતિએ આગળ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે હજુ પણ રાહ જોવા પડશે. જો કે આગામી સાત દિવસ રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અમદાવાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસશે. સાથે જ હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.




















