Veraval News : વેરાવળના બીજ ગામની નદીમાં ડૂબ્યો યુવક, જુઓ અહેવાલ
Veraval News : વેરાવળના બીજ ગામની નદીમાં ડૂબ્યો યુવક, જુઓ અહેવાલ
ગીર સોમનાથના વેરાવળના બીજ ગામની નદીમાં ડૂબ્યો યુવક. બીજ ગામની સરસ્વતી નદીમાં ન્હાવા જતા યુવક ડૂબ્યો. નદીમાં યુવક ડૂબતા સ્થાનિકોએ વેરાવળ ફાયર વિભાગને કરી જાણ. સ્થાનિક તરવૈયા અને ફાયરના જવાનોએ શરૂ કરી શોધખોળ. હાલ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકને બહાર કાઢવો મુશ્કેલ. વેરાવળ મામલતદાર સહિતનો સ્ટાફ પહોંચ્યો ઘટનાસ્થળે.
મળતી વિગતો પ્રમાણે, આજે વેરાવળના બીજ ગામની નદીમાં યુવક ડૂબ્યો હતો. બીજ ગામની સરસ્વતી નદીમાં નાહવા જતા યુવક પાણીમાં ડૂબ્યો હતો. નદીમાં યુવક ડૂબતા સ્થાનિકોએ વેરાવળ ફાયર વિભાગને કરી જાણ. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી છે. હાલ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકને બહાર કાઢવો મુશ્કેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. વેરાવળ મામલતદાર અને સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.





















