શોધખોળ કરો
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત, માઉન્ટ આબુ શૂન્ય ડિગ્રીએ થીજી ગયું
જમ્મુ-કશ્મીરમાં ભારે હિમ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ.. ભારે હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર 300 વાહનો ફસાયા છે.. તો કશ્મીરમાં પણ હિમવર્ષાથી નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી.. જો કે બાદમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.. જેના માટે મોટા વાહનો તૈનાત કરી દેવાયા હતા.. આ તરફ દિલ્લીમાં પણ ઠંડીનો પારો ગગડતા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો.. દિલ્લીમાં નવેમ્બર મહિનાનું સૌથી નીચુ 6.3 ડિગ્રી તાપમાન નોંધાયુ.. દિલ્લીના લોધીચોકનું તાપમાન ચાર ડિગ્રી નોંધાયુ.. માઉંટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચતા થીજી ગયુ હતુ. .ચુરૂનું તાપમાન 5.8 ડિગ્રી અને ભીલવાડાનું તાપમાન સાત ડિગ્રીએ પહોંચી ગયુ હતુ.. કશ્મીર બાદ હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાને કારણે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે.. હિમાચલના મનાલીમાં 13 એમએમ વરસાદ વરસ્યો.. જ્યારે કિલોંગ જેવા વિસ્તારમાં ઠંડીનો પારો શૂન્ય સુધી પહોંચી ગયો..
આગળ જુઓ




















