શોધખોળ કરો

India buys Russian oil in yuan: ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરીને ડોલરને પડકાર ફેંક્યો

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરીને ડોલરને પડકાર ફેંક્યો છે. એક તરફ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિક્સ દેશોને ડોલરના વિકલ્પનું સમર્થન કરવા ચેતવણી આપી રહ્યા છે. ત્યારે ભારત, રશિયા, ચીને બ્રિક્સનું ચલણ બનાવ્યા વિના જ ટ્રમ્પના ડોલરના અભિમાનને ચકનાચુર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.ભારતે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં રશિયન ક્રુડ ઓઈલની ખરીદી માટે ચીનના ચલણ યુઆનમાં પેમેન્ટ કરવાનું શરૂ કરીને હોબાળો મચાવી દીધો છે. જોકે, ભારતની કુલ ખરીદીની સરખામણીમાં ચીનના ચલણમાં થનારા પેમેન્ટનું પ્રમાણ ઘણું ઓછું છે, પરંતુ તેનાથી ભારત તરફથી પેમેન્ટ સિસ્ટમમાં થયેલું પરિવર્તન સામે આવ્યું છે. નિષ્ણાતો આ બાબતને ભારત, રશિયા અને ચીને બ્રિક્સનું નવું ચલણ બનાવ્યા વિના જ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડોલરના પ્રભુત્વને ખતમ કરવાના પ્રયાસ તરીકે જૂએ છે.ભારતના આ નાના પગલાંની ભૂ-રાજકીય સ્તરે મોટી અસર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં એક યુઆનની કિંમત 12.34 ભારતીય રૂપિયા છે.જોકે રશિયાના નાયબ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત હજુ પણ ક્રુડ ઓઈલ માટે મુખ્યરૂપે રશિયન ચલણ રુબલમાં પેમેન્ટ કરી રહ્યું છે, પરંતુ તેણે યુઆનનો પણ ઉપયોગ વધાર્યો છે. આ બાબત ભારત, રશિયા અને ચીનના ત્રિકોણીય ગઠબંધનને મજબૂત કરે છે, જેણે પ્રમુખ ટ્રમ્પની ડોલર ડિપ્લોમસીને મોટો ફટકો પહોંચાડયો છે.ભારતની સરકારી કંપની IOCએ તાજેતરમાં જ રશિયન ક્રુડના બેથી ત્રણ કાર્ગો માટે યુઆનમાં પેમેન્ટ કર્યું છે. કેન્દ્ર સરકારનું આ પગલું 2023ના વલણમાં પરિવર્તનનો સંકેત આપે છે. તે સમયે ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોના પગલે સરકારી રિફાઈનરીઓએ યુઆનમાં પેમેન્ટ અટકાવી દીધું હતું જ્યારે ખાનગી રિફાઈનરીઓએ યુઆનમાં પેમેન્ટ ચાલુ રાખ્યું હતું. જોકે, ભારત તરફથી ચીનના ચલણમાં ફરીથી પેમેન્ટ શરૂ કરવાની બાબત એવા પણ સંકેત આપે છે કે ભારત-ચીનના સંબંધો હવે સુધરી રહ્યા છે...

દેશ વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget