શોધખોળ કરો
Geniben Thakor : ગેનીબેનे CM સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત બનાસકાંઠા માટે 1 હજાર કરોડના પેકેજની માંગ
Geniben Thakor : ગેનીબેનे CM સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત બનાસકાંઠા માટે 1 હજાર કરોડના પેકેજની માંગ
સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. વાવ, થરાદ, સુઈગામ, ભાભર માટે સહાય પેકેજ આપવા માંગ. 1000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવા ગેનીબેનને માંગ કરી. પાક નુકસાન બદલ ખેડૂતોને વળતર મળવું જોઈએ. મજૂરોને પણ રાજ્ય સરકાર સહાય ચૂકવે તેવી ગેનીબેન ઠાકોરે વાત કરી છે. અમે વ્યક્તિગત રીતે 1 હજાર કરોડનું પેકેજ સરકાર પાસે અને સીએમ સાહેબ પાસે માંગ્યું છે અને એમને અમે કીધું છે કે આ ઇન્ટરનેશનલ બોર્ડરને આવીને છેવાડાનો તાલુકો છે. અહીંયા જમીનમાં નીચે ખાર આવી જાય છે, જ્યારે 17નું ફ્લડ આવ્યું એના પછી આ જમીનો ખારી થઈ ગઈ હતી. માંડ કરીને ખેડૂતોને થોડા ઘણો હવે ઉગવાનું ચાલુ થયું હતું ને વળી પાછું આ નુકસાનીનો ભોગ બન્યું છે. એટલે રહેમ રાહે ખેડૂતોને મદદ કરવી જોઇએ. આજ ખેડૂત કરોડો રૂપિયાના ટેક્સ પણ ભરે છે. એટલે સરકારે ઉદાર હાથે મદદ કરવી જોઈએ. આપણી જિલ્લાની સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આભારી છે. બનાસ ડેરી હોય, બનાસ બેંક હોય તો એની અંદર જેટલો નફો રહ્યો એ બનાસકાંઠાના ખેડૂતોના પરસેવાના પૈસા છે, તો એ સંસ્થાઓ પણ આગળ આવીને ક્યાંક
ખેડૂતોને વ્યાજ માફી આપવાની થાય કે બનાસ ડેરીએ 5- 10% ભાવ દૂધમાં ભાવ વધારો વધારો આપવાનો થાય. અત્યારે આ કુદરતી આપતીમાં એ પણ આગળ આવશે તો આ વિસ્તારના ખેડૂતો એમનો આભાર માનશે અને એમને એક નૈતિક ફરજનો ભાગ છે અને નિભાવે એવી એમની પાસે અપેક્ષા પણ રાખીએ.
ગુજરાત
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
આગળ જુઓ
















