Sobhanaben Bariya | સાબરકાંઠામાં જીત બાદ ભાજપ ઉમેદવાર શોભનાબેનનું મોટું નિવેદન
લોકસભા 2024ની ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં ભાજપ 23 બેઠક પર વિજય મેળવવામાં સફળ રહી હતી. સાબરકાંઠા બેઠકની વાત કરીએ તો સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. જેનો ભવ્ય વિજય થયો છે. નોંધનીય છે કે આ બેઠક પર ટિકિટ લઈને ઘણો વિવાદ ચાલ્યો હતો.ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવ્યું હતું. સાબરકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરવા ઘણું મંથન કર્યું હતું. ભાજપે તો આ બેઠકનો ઉમેદવાર નક્કી કરવા 180થી વધુ ઉમેદવારની સેન્સ લીધી હતી. જણાવી દઈએ કે સાંબરકાંઠા બેઠક લોકસભા 2024ની ચૂંટણીઓની શરૂઆતથી ટિકિટને લઈને વિવાદ ઉભો થયો હતો.
















