Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
સુરતના મોટા વરાછા IT પાર્ક પાસે નશાની હાલતમાં કારચાલકે હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. કારચાલકની હરકતોથી લોકોમાં રોષ ફેલાતા જાહેર જનતાએ કાર રોકી તેને મેથીપાક ચખાડ્યો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાની માહિતી છે. કારચાલક અતિશય દારૂના નશામાં હોવાનું જણાતા જ સ્થળ પર એકઠા થયેલા લોકોમાં ગુસ્સો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ નશાખોર ચાલકને કારમાંથી બહાર ઢસડીને જાહેરમાં બરાબરનો 'મેથીપાક' ચખાડ્યો હતો. દરમિયાન કારમાં તપાસ કરવામાં આવતા દારૂની નાની બોટલો પણ મળી આવી હતી.





















