Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી. કરંજ સ્થિતિ જવાહરનગરમાં સાત જેટલી ઈમારતોને મહાનગરપાલિકાની ટીમે તોડી પાડવાની કામગીરી હાથ ધરી. તમામ સાત ઈમારતોને ધ્વસ્ત કરીને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.. અત્યાર સુધીમાં ત્રણ હજાર ચોરસ મીટર બાંધકામને દુર કરવામાં આવ્યું છે. એટલુ જ નહીં. 35 હજાર ચોરસ મીટરમાં આવેલા ઝીંગા તળાવોને પણ તોડી પાડવામાં આવ્યા છે. આગામી સપ્તાહમાં રાજ્ય સરકારના રેવન્યુ સેક્રેટરી સાથે બેઠક યોજાશે. જેમાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.. પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ખાડીપુરને લગતા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
















