surat Teacher Suicide Case: ખાનગી ટ્યુશનની શિક્ષીકાના આપઘાતથી પાટીદાર સમાજમાં ભારે રોષ
surat Teacher Suicide Case: ખાનગી ટ્યુશનની શિક્ષીકાના આપઘાતથી પાટીદાર સમાજમાં ભારે રોષ
સુરતનાં કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાનાં આપઘાત કેસમાં ગંભીર આરોપ સાથે ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી છે. ફરિયાદમાં નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી શિક્ષિકાએ આપઘાત કર્યાનો ગંભીર આરોપ થયો છે. મૃતક શિક્ષિકાનાં પરિવારજનો અને સમાજનાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક અને ઝડપી કાર્યવાહીની માગ કરી છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અલ્પેશ કથીરિયા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યુવતીનાં આપઘાતને લઈ પાટીદાર અગ્રણીએ CM ને પત્ર પણ લખ્યો છે.
સુરતનાં (Surat) કતારગામમાં ખાનગી ટ્યુશનમાં અભ્યાસ કરાવવા જતી 19 વર્ષીય નૈના વાવડીયાએ આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આશાસ્પદ યુવતીનાં મોતથી પરિવાર ભારે આઘાતમાં છે. પરિવારજનો અને અલ્પેશ કથીરિયા સહિત સમાજનાં અગ્રણી સિંગણપોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માગ કરી છે. નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી નૈના રણજીતભાઇ વાવડીયાએ આપઘાત કર્યો હોવાનો ફરિયાદમાં આરોપ થયો છે. પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રીને પત્ર લખી આ કેસમાં યોગ્ય તપાસની માગ કરાઈ છે.
















