Swaminarayan Sadhu Video Viral: આ લંપટ સાધુઓ નહીં સુધરે! વધુ એક સ્વામીના વાયરલ વીડિયોથી ખળભળાટ
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર એક વાયરલ વિડિયોએ ખળભળાટ મચાવી દીધો છે, જેમાં એક સ્વામિનારાયણ સાધુને ૧૭ વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિડિયો સામે આવતા જ સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
વાયરલ થયેલા વિડિયોમાં દેખાતા સાધુની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિડિયો સાથે ચેરમેન હરિજીવન સ્વામી સાથેના તેમના ફોટા પણ વાયરલ થયા છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના મહામંત્રી હશુંભાઈ વાઘાણીએ આ ઘટનાને ધર્મને બદનામ કરનારી ગણાવી છે અને આવા "નફ્ફટ બાવાઓ"ને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે.





















