શોધખોળ કરો

Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ છેતરવાનો પ્રયાસ કર્યો હતો. યોગેશ પટેલને સાયબર માફિયાઓએ નોટિસ મોકલી હોવાનો મુંબઈથી ધમકીભર્યો કોલ કર્યો હતો. જેના જવાબમાં યોગેશ પટેલે કહ્યું હતું કે "તું જે સ્કૂલમાં ભણ્યો તેનો હું પ્રિન્સિપાલ છું". આ મામલે યોગેશ પટેલે પોલીસ કમિશનર અને હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. 

ધારાસભ્ય યોગેશ પટેલને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો કે, 'હું મુંબઈથી બોલું છું, તમને નોટિસ મોકલી છે. આ કોલથી શંકા જતા યોગેશ પટેલે તરત જ પોલીસ કમિશનર તેમજ  હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. યોગેશ પટેલે કોલ કરનારને જવાબ આપ્યો કે, 'તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું', જે સાંભળતાં જ સામેથી તરત ફોન કાપી નાખવામાં આવ્યો હતો.  આ ઘટના બાદ તાત્કાલિક તેમણે શહેર પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને બધી જ વાત જણાવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સાયબર સેલના ACP સાથે વાત કરી હતી અને જે નંબર પરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી હતી. જે નંબર પરથી કોલ આવ્યો હતો, તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો જેને ગૂગલ પર ચેક કરતા લોગો ખોટો હતો. યોગેશ પટેલ અનુસાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ વાત કરી અને વિનંતી કરી છે કે, વડોદરા શહેરમાં અને રોડ પર લારીઓમાં સીમકાર્ડ ખુલ્લેઆમ વેચાય છે. આ સીમકાર્ડ કંપનીમાં જ વેચાણ થાય એવું કંઈક કરો. જેમ બેન્કમાં એકાઉન્ટ ખોલાવે તેમજ સીમકાર્ડ ખરીદવા માટે બે સાક્ષી હોવા જોઈએ અને તે પણ કોઈ સ્થાનિક સાક્ષી હોવો જોઈએ. જેથી કરીને કોઈ બોગસ ડોક્યુમેન્ટ્સથી સીમકાર્ડ ન મેળવી શકે.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget