Vadodara News : વડોદરાના માંજલપુરમાં વરસાદી પાણી ભરાતા નેતા-અધિકારીનો તમાશો!
ભાજપ શાસિત વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીએ ભાજપ કોર્પોરેટરને પગે લગાડવા કર્યા મજબુર. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદારને પગે લાગ્યા.. પહેલા આ દ્રશ્યો જુઓ. તુ તુ મેમે વચ્ચે ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલે હાથ જોડીને સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદારને પગે લાગ્યા. કારણ એવુ હતુ કે શનિવારે વરસેલા વરસાદથી કોટેશ્વર ગામમાં વરસાદી પાણી ભરાયા. સમસ્યાનું નિવારણની રજૂઆત સાથે કલ્પેશ પટેલ મહાનગરપાલિકા કમિશનર પાસે પહોંચ્યા. પરંતુ તેઓ હાજર ન હોવાથી સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારને રજૂઆત કરી હતી. બાદમાં ખુદ કોટેશ્વર પહોંચીને ડ્રેનેજના ઢાંકણા ખોલીને વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. સ્થળ પર સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર પહોંચતા જ ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલે પગ પકડીને કામ કરવા માટેની માગ કરી હતી. જે બાદ કોર્પોરેટર અને સીટી એન્જિનિયર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ભ્રષ્ટાચારના આરોપ સાથે કોર્પોરેટર કલ્પેશ પટેલે પત્ર લખીને મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર હોવાનો દાવો કર્યો.. સાથે જ આક્રોશ ઠાલવતા કહ્યું કે ચોમાસામાં ભાજપના નેતાઓ જે પણ વિસ્તારમાં જાય છે.. ત્યાંથી પ્રજાનો જાકારો મળે છે..
















