Dahod Mgnrega Scam: મંત્રી પુત્રો બાદ 40 લોકો પોલીસની રડારમાં, એજન્સીના માલિકો-કર્મચારીઓ ભૂગર્ભમાં
Dahod Mgnrega Scam: મંત્રી પુત્રો બાદ 40 લોકો પોલીસની રડારમાં, એજન્સીના માલિકો-કર્મચારીઓ ભૂગર્ભમાં
MGNREGA scam: દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના પુત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું. જે બાદ આખરે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બળવંત ખાબડની ધરપકડ થયાની પોલીસે પુષ્ટિ કરી છે. મંત્રીના પુત્રની ધરપકડ બાદ એજન્સીના માલિકો અને કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 40થી વધુ લોકો પોલીસના રડારમાં છે.
રાજ્ય સરકારના મંત્રીના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. મંત્રી બચુ ખાબડના પુત્રની દાહોદમાં પોલીસે ધરપકડ કરી છે. મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય 71 કરોડ ચાઉં કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લાગ્યો છે. આ ઉપરાંત તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે, મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બિલો કરાયા હતા મંજૂર. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજંસી મંત્રીના પુત્રોના નામે હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ દેવગઢ બારીયાથી ધારાસભ્ય છે.





















