Vadodara Accident News: વડોદરાના હાલોલ રોડ પર બેકાબૂ ટેન્કરે સર્જયો અકસ્માત
Vadodara Accident News: વડોદરાના હાલોલ રોડ પર બેકાબૂ ટેન્કરે સર્જયો અકસ્માત. અકસ્માતમાં ટેન્કર ચાલકને પહોંચી સામાન્ય ઈજા
વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી વહેલી સવારે અકસ્માતની ઘટના બની. વહેલી સવારે ચાર વાગ્યે લાકડા ભરેલ ટેમ્પાને બચાવવા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડ નજીકની કેબિનમાં ઘુસી ગયુ. અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. જરા જુઓ આ સીસીટીવી ફુટેજ. બેકાબુ બનેલ ટેન્કર અથડાતા રોડ પર આવેલ લારી અને કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો. અકસ્માત બાદ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. અકસ્માતને લીધે ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે પહેલા રેફરલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે વહેલી સવારે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.





















