Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
રાજ્યમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો. શાકભાજીની આવક ઘટતા ભાવ પહોંચ્યા આસમાને. શાકભાજીના ભાવમાં ભડકાથી ગૃહિણીઓનું ખોરવાયું બજેટ. 40થી 60 રૂપિયામાં મળતા શાકના ભાવ 80થી 100 રૂપિયાને પાર. ટામેટાના ભાવ પ્રતિ કિલો 60થી વધીને 80 થયા. લીલા મરચાના ભાવ 80 રૂપિયાથી 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા. ગુજરાત તથા અન્ય રાજ્યમાં ભારે વરસાદથી શાકભાજી પાકને નુકસાન. પેટ્રોલ-ડીઝલના ભાવ અને મજૂરી વધારાની પણ શાકભાજીના ભાવ પર અસર. અનાજ- કરિયાણા બાદ હવે શાકભાજીના વધતા ભાવે મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું.
40-60 રૂપિયાના શાક હવે 80-100ને પાર
અગાઉ જે શાકભાજી 40થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તેના ભાવ હવે વધીને 80થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. અચાનક વધેલા ભાવને કારણે રોજિંદા શાકભાજી ખરીદતા ગ્રાહકોના બજેટ પર ભાર પડ્યો છે.
ટામેટાના ભાવમાં પણ વધારો
ટામેટાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ટામેટા અગાઉ પ્રતિ કિલો આશરે 60 રૂપિયાના ભાવે મળતા હતા, જે હવે વધીને લગભગ 80 રૂપિયા પ્રતિ કિલો થયા છે. વરસાદના કારણે આવક ઘટવી ભાવ વધવાનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
લીલા મરચાં પણ મોંઘાં
લીલા મરચાંના ભાવ પણ વધ્યાં છે. અગાઉ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા લીલા મરચાં હવે વધીને 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં એકસાથે વધારો થતાં ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે.કોથમીર 400ની કિલ્લો છે તો મેથીની ભાજી 300ની કિલો વેચાઇ રહી છે.






















