Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 24મો દિવસ છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકીઓ આપી રહ્યા છે. તેવામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ ટ્રમ્પની નવી ધમકી સામે આવી છે. ટ્રમ્પે કહ્યું કે અમારા અલ્ટીમેટમની અસર જલદી જોવા મળશે. ઈરાનમાં પાવર પ્લાન્ટ પર જોરદાર હુમલા થશે. જેનાથી ઈરાન તબાહ થઈ જશે. આ અભિયાન શાનદાર રીતે સફળ થશે તેવો દાવો ટ્રમ્પે કર્યો. ગઈકાલે પણ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે 48 કલાકમાં હોર્મુઝની ખાડી નહી ખોલવામાં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરીશું. ત્યારે અલ્ટીમેટમના 24 કલાક બાદ ટ્રમ્પનું નવું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે 22 દેશો પણ ઈરાનના હુમલાની નિંદા કરી ચુક્યા છે.





















